Loading
  • Events
  • News Papers
  • Web news
VIKSAT Celebrates World Environment Day 2016 on June 5, 2016

Click to view

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

News Papers

એક્ટિવિટીથી બાળકોમાં આવી પર્યાવરણ અંગે જાગૃતિ

 Source: City Reporter, Ahmedabad   |   Last Updated 3:15 AM [IST](10/06/2011)

 દુનિયાભરમાં પર્યાવરણની જાળવણીને લઇને તેના અવેરનેસ માટે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક પ્રવૃત્તિ વર્લ્ડ એન્વાયરન્મેન્ટ ડે પર વિકસત, નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવી હતી.

ખાસ રીતે સેલિબ્રેશન કરવા માટે નહેરુ ફાઉન્ડેશનના કેમ્પસમાં નર્સરી એક્ઝિબિશન, પોસ્ટર એક્ઝિબિશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગનું લાઇવ મોડલ, વોટરશેડનું મોડલ મૂકવામાં આવ્યા હતા. ખાસ કરીને બાળકો માટે ફોટો ઇન ફોરેસ્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમાં પક્ષીઓ અને વૃક્ષોને જાણો તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ખાસ કરીને કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાળવણી અંગેની જાગૃતતા કેળવાઇ હતી અને બાળકોને જંગલ જેવા કુદરતી વાતાવરણમાં આનંદવિભોર થવાનો મોકો મળ્યો હતો. આ ઉજવણીમાં શેઠ અમુલખ સ્કૂલ, આઇએસએઆર ઓર્ગેનાઇઝેશન, કલરવ ઓર્ગેનાઇઝેશન વગેરે જેવી સંસ્થાઓએ ભાગ લીધો હતો.

-Divya Bhaskar, June 10, 2011

 -----------------------------------------------------------------------------------------------------------------------

દહેગામ ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઇ

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલા સાર્વજનિક પુસ્તકાલય ખાતે સોમવારે બપોરે દહેગામ તાલુકા બક્ષીપંચ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય નવી દિલ્લી અને વિકસત અમદાવાદના સહયોગથી પર્યાવરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

પર્યાવરણ શિબિરમાં દહેગામ મામલતદાર એસ.એસ.કલાસવા, ગાંધીનગર જિલ્લા ભાજપમંત્રી ઘનશ્યામભાઇ બ્રહ્નભટ્ટ, ભારતીય કિસાનસંઘ ગાંધીનગર જિલ્લા પ્રમુખ ગાભુભાઇ ચૌધરી, જમીન વિકાસ બેંકના ચેરમેન અંબાલાલ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના કા.અધ્યક્ષ કૈલાસભાઇ શાહ, ગાંધીનગર જિલ્લા ગૌરક્ષા સમિતિ સંયોજક મહાદેવભાઇ રબારી, એડવોકેટ યોગેશભાઇ જણસારી કશિાન સંધના અગ્રણી હરિભાઇ પટેલ સહિતના મહાનુભાવો આમંત્રિત હોવાથી ઉપસ્થિત રહેલ મહેમાનોનું બક્ષીપંચ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ જયદેવભાઇ નાનાલાલ બારોટે સ્વાગત કરી બહુમાન કર્યું હતું.

શિબિરમાં પર્યાવરણ જાગૃતિ અંગે અને ગ્લોબલ વોર્મિંગની અસરો દુર કરવા કેવાં પગલાં લેવા જોઇએ અને દરેક નાગરિકની શું ફરજ બને છે તે વિશે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

-Divya Bhaskar, May 30, 2011

 -----------------------------------------------------------------------------------------------------------------------

તળાજા, તા.ર૭

 તળાજા તાલુકાના ગોરખી ગામે રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનના ભાગ રૂપે પર્યાવરણ અને વનમંત્રાલય ભારત સરકાર તથા વિકસત સંસ્થા સંચાલિત સહયોગ સમાજ સેવા ટ્રસ્ટ સોસીયા આયોજિત તથા લોકશિક્ષણ કેન્દ્ર દરિયાઈ ઉત્પાન સંસ્થાનો સયોગ દ્વારા જૈવ વિવિધતા સંરક્ષણ સેમીનાર એક દિવસ કાર્ય શિબિર યોજવામાં આવી હતી.

આ શિબિરમાં ઉત્પાન સંસ્થાના તજજ્ઞા હિરાભાઈ દિહોરાએ ગ્લોબલ ર્વિમગ કારણી ઉપાયો વિરો વિસ્તુત માહિતી આપી હતી. તેમજ એકસલ ક્રોપ કેરના તજજ્ઞા મુકુદભાઈ પંડયાએ પર્યાવરણમાં પક્ષીનું શું કામ હોઈ શકે તેની માહિતી આપી હતી. શાળાના શિક્ષક નરેશભાઈ એ પર્યાવરણની પ્રાથમિક માહિતી આપી સમજાવ્યું હતું.

તેમજ તળાજાના તજજ્ઞા દિયોરા ધરમશીભાઈ અને વૃક્ષ અને પર્યાવરણ અને જાળવણી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આમ આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ ગામના સરપંચ ગ્રામજનો વિદ્યાર્થીઓ તથા સરસ્વતી વિનય મંદિરના પ્રમુખ ચિથરભાઈ વગેરેની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાયેલ. સેમીનારને સફળ બનાવવા શાળાનાં શિક્ષક ભરતભાઈ મકવાણા તથા ગોરધનભાઈ તથા બાયોગેસ પ્લાન્ટના સુપરવાઈઝર અરવિંદભાઈ ડાભીએ જહેમત ઉઠાવી હતી. સેમીનારના અંતે સહયોગ સમાજ સેવા ટ્રસ્ટ મંત્રી ચૌહાણ શામજીભાઈ આભાર વિધિ કરી હતી.

-Divya Bhaskar, May 28, 2011

-----------------------------------------------------------------------------------------------------------------------

જૈવિક વિવિધતાનું સંરક્ષણ વિષય પર મહિલા ભવન ખાતે શિબિરનું આયોજન

દહેગામ રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનનાં ભાગરૂપે દહેગામ ખાતેની મહિલા જાગૃતિ અભિયાન સંસ્થા દ્વારા તાજેતરમાં જૈવિક વિવિધતાનું સંરક્ષણ વિષય પર મહિલા ભવન ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા શિબિરમાં ઉપસ્થિત રહેલા એડવોકેટ રાજુભાઇ અને યોગેશભાઇ જણસારીએ સંરક્ષણ અંગેની માહિતી આપી હતી.

એફ.સી.સીના ગીતાબેન પટેલ,બહેરા મૂંગા શાળાના દશરથભાઇ અને બામા કેન્દ્રના ચીમનભાઇએ વિષયને અનુરૂપ સંબોધન કર્યું હતું. આ અંતર્ગત વિકસતા અમદાવાદના સહયોગથી ચિત્ર હરીફાઇ સહિતના અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

-Divya Bhaskar, May 20, 2011

 -----------------------------------------------------------------------------------------------------------------------

Biodiversity workshop at VIKSAT

Apr 30, 2011, 04.29am IST

AHMEDABAD: Representatives of (NGOs) and institutes from across the state learnt various aspects of biodiversity conservation in a workshop conducted by Vikram Sarabhai Centre for Development Interaction ( Viksat) on Friday.

The two-day workshop, which began on Friday, was organized under the sponsorship of ministry of environment and forests.

Times of India, April 30, 2011

-------------------------------------------------------------------------------------------------------------------------

Ecology can be preserved with help of smart urbanisation

In the past few decades, the landscape of the city has changed drastically and so has its bio-diversity. Once villages, areas like Bopal, Bodakdev, Sanand, Gota, Khodiyar, Thaltej and Shilaj have metamorphosed into city.

The eco-system of the city in terms of wildlife, agriculture and revenue land have been affected the most. For instance, Vastrapur gaam used to be the abode of Rabari community and farmers, whose main occupation was animal husbandry and farming. However, now the area is considered among one of the posh locales in the city, teeming up increasing number of malls and other buildings.

Educational institutes should take initiatives the large number of ponds in the city which formed a natural water reservoir were replaced by concrete jungles. This adversely affected the flora and fauna of this city.

While conservation of bio-diversity has to be taken up at the policy-making level, educational institutions can contribute their mite by taking up projects on biodiversity conservation, experts feel. Botanical corner could be created in every garden which should have a wide variety of plants.

The state, experts point out, boasts of a rich bio-diversity — eco-regions like green forest, wetland, marine land, salty grass land, etc. But the city needs to conserve bio-resources by adopting smart urbanisation, they say.


Grow more of common plants and trees

Increasing number of vehicles has resulted in higher emission of green house gases and a rise in noise pollution. Narrotam Sahoo, senior scientist at Gujarat Science City, says, “There are ecoponds in which algae, zoo plankton, etc, absorb sun rays besides being food for the aquatic creatures like fishes, snails. These smaller creatures become food of bigger fishes and mammals and thus the eco-system survives. Thus, ponds are a major source of nourishment for aquatic plants and animals, domestic animals and humans. But, urbanisation has destroyed these ponds. It’s important that the town-planning should de done, keeping in mind the eco-system and its conservation.”

Kartikeya Sarabhai, Director of Centre for Environment Education, says, “Birds like yellow and green wagtail, Brahminy duck, spoonbills have become a rare sight. Rapid development has brought about a tremendous change in the landscape of the city. The  habitat has changed dramatically and  that affects the bio-diversity.”

Dilip Surkar, Director of  VASCSC and VIKSAT, points out to the drastic fall in the number of common plots and in housing societies. There is an emphasis on exotic and commercial plants. The grass in common plots are the playgrounds for grasshoppers and many other insects who in turn thrive on each other.

Insects are an important part of eco-system

“The mosquitoes and larvae are eaten by insects which are beneficial for human beings as diseases like malaria stay away from us,” Surkar says. Just planting trees, making the entire place look green would not help in conserving the bio-diversity. It is vital that different varieties of plants are grown, the experts say. This would attract various insects and birds, which are very essential for our eco-system.

Ahmedabad Mirror, September 6, 2010

--------------------------------------------------------------------------------------------------------------------------

On a Nature Trail

Posted On Friday, April 23, 2010 at 02:15:12 AM

Nature Trail was organised to celebrate Earth Day by VIKSAT campus, CEE, on Thursday. As many as 50 environment enthusiasts took a walk and gained information on rain water harvesting, different kinds of trees and soil, various species of birds from instructors. With so much knowledge, Amdavadis surely know how to keep the city green!

Ahmedabad Mirror, April 23,, 2010

--------------------------------------------------------------------------------------------------------------------------

Jairam Ramesh calls for speedier reforestation

The environment minister was in Ahmedabad on Tuesday to inaugurate a workshop at VIKSAT

Posted On Wednesday, January 20, 2010 at 02:25:25 AM

Environment Minister Jairam Ramesh said on Tuesday that over 40 per cent of India’s forest cover had degraded and there was an urgent need for speeding up the process of reforestation across the country.

“We will have to reforest degraded areas at a rapid pace. In the past 10 years, we have added 3 million hectares of forest cover. We now intend to add 6 million hectares in the next 10 years,” Ramesh, who was in Ahmedabad to inaugurate a workshop at Vikram Sarabhai Centre for Development Interaction (VIKSAT), said.

The workshop is part of the National Environment Awareness Campaign (NEAC) 2010, whose theme is climate change. Principal Secretary (forests) S K Nanda and the chairman of Gujarat Pollution Control Board, C L Meena, were also part of the event.

Ramesh said that India, which has 70 million hectares of forests, was one of the few countries to redouble reforestation efforts. On melting of Himalayan glaciers, he said: “Glaciers are receding at an alarming speed. However, it is unlikely that they would seize to exist by 2035.”

Ahmedabad Mirror, January 20,, 2010

--------------------------------------------------------------------------------------------------------------------------Web news

વન્ય પ્રાણી સંરક્ષણ કોના ભોગે?

સાદર ઋણસ્વીકારઃ વિકસત દ્વારા પ્રકાશિત ‘નિયતિ’માંથી

ઓક્ટોબરનું પ્રથમ સપ્તાહમાં વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ હોય કે પાલતુ પ્રાણીઓ બંને પર્યાવરણના અવિભાજ્ય અંગ છે. પર્યાવરણ અને તેમાં વસતા સજીવો સ્વતંત્ર નથી પરંતુ એકબીજા પર આધારીત છે.

પર્યાવરણ પ્રાણીઓનું આશ્રયસ્થાન માત્ર નથી પરંતુ સર્વસ્વ છે. અર્થાત્ પર્યાવરણ પ્રણીઓને પોષણ, આશ્રય, રક્ષણ વગેરે જેવી બધી સુવિધા પૂરી પાડે છે. પર્યાવરણમાં વસતાં પ્રાણીઓ પર્યાવરણ સાથે સતત આંતર પ્રક્રિયાઓ કર્યા જ કરે છે અને પરિણામે પર્યાવરણ બદલાતું રહે છે. પર્યાવરણ અને તેમાં વસનારા સજીવો એક તંત્રની રચના કરે છે જેને ઈકોસીસ્ટમ કહે છે. રણ, જંગલ, તળાવ, જમીન તથા માનવ વસાહતની આગવી ઈકોસીસ્ટમ હોય છે અને આ બધી ઈકોસીસ્ટમ એકબીજા પર એસર કરતી હોય છે. વાઘ કે સિંહની વસ્તી ઓછી થવાથી માનવજીવન પર શું અસર થશે તેવી દલીલ કરનારા લોકોને વાઘ-સિંહની પર્યાવરણ સમતુલામાં શું ભૂમિકા છે તેની તેઓને ખબર નથી. પર્યાવરણ સમતુલામાં માણસ અને પ્રાણીઓની ભૂમિકા જોઈએ તો પર્યાવરણની અસમતુલા ઊભી કરવામાં માણસની ભૂમિકા વિવાદાસ્પદ રહી છે.

માનવ વસ્તી જ જંગલમાંથી ઘાસપાન અને વનસ્પતિઓને કાપીને લઈ જઈ તથા પ્રાણીનો શિકાર કરીને કુદરતે રચેલી પોષણજાળમાં વિક્ષેપ પાડે છે જેની અસર માણસની ખેતી અને પશુપાલન પર પણ થાય છે. સિંહ-વાઘ અને હરણ જેવા પ્રાણીઓ જંગલની ઈકોસીસ્ટમની પોષણજાળના એકબીજા સાથે ગુંથાયેલ તાંતણા છે તેમાંથી એકનો પણ નાશ થાય કે તેની સંખ્યામાં ફેરફાર થાય તો જંગલની ઈકોસીસ્ટમમાં અનેક પ્રકારના વિક્ષેપ થવાની શક્યતાઓ વધી જાય છે.

એક નાના ઉદાહરણ સાથે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગીર અભયારણ્ય ઈકોસીસ્ટમમાં થતા ફેરફારોની અસર ગીર જંગલની આસપાસ ગામડાઓ પર પણ પડે છે. ગીર ઈકોસીસ્ટમની પોષણજાળમાં પડેલ ખલેલથી સિંહ માટે જંગલમાં ખોરાક ન રહેતા સિંહ ખોરાકની શોધમાં ગીર જંગલની આસપાસની માનવ વસ્તીમાં પહોંચી જાય છે અને કિંમતી પુશુઓનો કે માનવનો શિકાર કરે છે. નીલગાય, ચિંકારા કે અન્ય તૃણભક્ષી પ્રાણીઓ માટે જંગલમાં પૂરતું ઘાસ કે વનસ્પતિ નહીં રહેતા જંગલની આસપાસના ખેતરોમાં પોતાના ખોરાક માટે આ પ્રાણીઓ પહોંચી જાય છે અને ખેડૂતોનો કિંમતી પાક ચરી જાય છે અને બગાડે છે. ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ જેવો ઘાટ થયો.

વિશ્વમાં 84 લાખ જીવયોનિ છે તેવું આપણા શાસ્ત્રો કહે છે અને આ વાતને આધુનિક વિજ્ઞાનના સુપર કોમ્પ્યુટરમાં સંગ્રહાયેલ માહિતી કોષનું તેને સમર્થન પ્રાપ્ત છે. આ 84 લાખ જીવોમાંથી માણસ માત્ર 15 લાખ જીવોની ઓળખ કરી શક્યો છે. બાકીના જીવો વિશે હજુ આપણે અજ્ઞાન છીએ. વિશ્વની વન્યસૃષ્ટિની 6.5 ટકા વન્યસૃષ્ટિ ભારતમાં જોવા મળે છે. આ દરેક વન્યસૃષ્ટિ અજોડ છે. જેને અંગ્રેજીમાં UNIQUE કહીએ છીએ. જેના નાશ પછી તે ફરી ઉત્પન્ન કરી શકાય તેમ નથી.

84 લાખ સજીવોમાંથી જે 15 લાખની ઓળખ થઈ શકી છે પણ બાકીની ઓળખ આપણી જ્ઞાનની મર્યાદાને કારણે થઈ શકી નથી. કદાચ આપણી આવતી પેઢી પાસે આ જ્ઞાનના દરવાજા ખોલવાની આગવી દ્રષ્ટિ અને સમજણ આવતા તેની ઉપયોગિતાનો ખ્યાલ આવશે. જેમ હાલમાં કેટલાક અસાધ્ય રોગોની દવાઓ નથી તે રોગોની દવાઓ કદાચ આ અજાણ એવી કોઈ વન્યસૃષ્ટિમાં હોઈ શકે તો આવી બહુમૂલ્ય સંપત્તિનું જતન કરવું અનિવાર્ય છે.

ભારતમાં ઓળખાયેલ જીવસૃષ્ટિ

ફૂલોના છોડ 15000 સસ્તનવર્ગના પ્રાણીઓ 372
પેટ્રેરીડોફીટેસ્ટી 900 પક્ષીઓ 1228
બાયોફાયટેક્સ 2584 સરીસૃપ 428
લીએન્સ 1600 માછલીઓ 2546
ફૂગ 23000 મૂદુકાય પ્રાણીઓ 5000
લીલ 2500 જીવજંતુઓ 40000

આ બધી જીવસૃષ્ટિનું જતન કરવું ખૂબ જરૂરી અને મહત્વનું છે માટે વન્યપ્રાણીઓ બચાવવા જોઈએ કે માણસોને તેવા વિવાદમાં ન પડતા આ પર્યાવરણના બંને અવિભાજ્ય અંગ છે એક બીજાના પૂરક છે તે સ્વીકારીને અમૂલ્ય વન્યજીવસૃષ્ટિનું જતન કરવું જોઈએ.

જંગલોનો વિનાશ, ગેરકાયદેસર પ્રાણીઓનો શિકાર, શહેરીકરણ અને યુદ્ધોને કારણે વન્ય પશુ સંપત્તિનો સદંતર વિનાશ થયો. ભારતમાં નીલગાય, કાળિગાય, સાબર અને એક શિંગડાવાળો ગેંડો તથા પક્ષીઓની કેટલીય પ્રજાતિઓ વિનાશના આરે આવીને ઊભેલી છે. મનુષ્યની વસ્તી તો એટલી હદે વધતી જાય છે કે, તેના પર અંકુશ મૂકવાનો સમય આવી ગયો છે જ્યારે વન્ય પ્રાણીઓની વસ્તી એટલી ઝડપે ઘટી રહી છે કે તેની ગણીગાંઠી જીવિત સંખ્યાને અને પ્રજાતિઓને બચાવવા માટેના ખાસ પ્રયત્નો કરવાનો સમય આવ્યો છે અને એટલે જ ટાઈગર પ્રોજેક્ટ, ઈકોડેવલપમેન્ટ પ્રોજેક્ટ જેવા ખાસ પ્રયાસો હાથ ધરાયા છે.

પ્રકૃતિએ આ પૃથ્વીને ઘણા સજીવો માટે બનાવી છે, એટલે જ કવિ સ્વ. ઉમાશંક જોષીની જાણીતી પંક્તિ મુજબ આપણે અન્ય સજીવોના સહઅસ્તિત્વનો પણ સ્વીકાર કરીને તેમને પણ જીવન જીવવાનો અધિકારી છે તે સ્વીકારવું જોઈએ.

‘વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો વનો ને છે વનસ્પતિ’

http://anusandhan.wordpress.com/ (mygujarat.com)